News Continuous Bureau | Mumbai
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને શોધવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે.
આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.
બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમૃતપાલ, ડ્રાઈવર અને કાકા ત્રણેય શનિવારે એક જ મર્સિડીઝ કારમાં ભાગી ગયા હતા.
ડીઆઈજી સ્તરના અધિકારી અમૃતપાલના આત્મસમર્પણ માટે તેના કાકા હરજીત સિંહ સાથે વાતચીત કરી રહ્યા છે. સાથે જ હરજીત સિંહ પાસેથી 32 બોરની પિસ્તોલ અને એક લાખ રૂપિયા મળી આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં આયોજિત બાગેશ્વર ધામના કાર્યક્રમમાં ચોરોએ કરી હાથ સફાઈ, કરી આટલા લાખના દાગીનાની ચોરી..
Join Our WhatsApp Community