News Continuous Bureau | Mumbai
ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે.
આગ લાગવાના કારણે સમગ્ર બિલ્ડિંગમાં અફડા તફડી મચી ગઇ.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. જ્યારે રેસક્યુંની કામગીરી હજી પણ ચાલી રહી છે.
આ ઘટના અંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
સીએમ સોરેને કહ્યું કે, હું પોતે સમગ્ર મામલા પર ધ્યાન રાખી રહ્યો છું.
કહેવામાં આવી રહ્યું છે કે પૂજા દરમિયાન એક ચિનગારીના કારણે આગ લાગી ગઇ હતી.
આ સમાચાર પણ વાંચો : ઇસ્લામિક દેશ સંયુક્ત આરબ અમીરાતના આ જિલ્લાનું નામ બદલાયું, હવે ‘હિંદ શહેર’ તરીકે ઓળખાશે.
Join Our WhatsApp Community