News Continuous Bureau | Mumbai
- શ્રીલંકા તેની આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
- હવે સ્થિતિ એવી છે કે સરકાર પાસે ચૂંટણી કરાવવાના પૈસા નથી .
- દેશના ચૂંટણી પંચે પણ કહ્યું હતું કે 25 એપ્રિલે યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી હવે ભંડોળની અછતને કારણે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
- સોમવારે વડા પ્રધાન દિનેશ ગુણવર્દનેએ ચૂંટણી પંચના અધિકારીઓ અને મુખ્ય રાજકીય પક્ષોના સભ્યો સાથે બેઠક યોજી હતી. તેના એક દિવસ બાદ પંચે આ જાહેરાત કરી છે.
- ચૂંટણી પંચના મહાનિર્દેશક સામન શ્રી રત્નાયકેએ જણાવ્યું હતું કે નાણાં વિભાગ દ્વારા ભંડોળના વિતરણની પુષ્ટિ કર્યા પછી જ ચૂંટણી યોજવાની આગામી તારીખ જાહેર કરવામાં આવશે.
- ઉલ્લેખનીય કે કે સ્થાનિક ચૂંટણીઓ અગાઉ 9 માર્ચના રોજ યોજાવવાની હતી અને તેને મુલતવી રાખી ૨૫ એપ્રિલની તારીખ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓને હવે ખેર નહીં, DGCAએ જારી કરી એડવાઇઝરી, એરલાઈન્સને આપ્યા આ આદેશ
Join Our WhatsApp Community