પાડોશી ગરીબ તો ભારત રોજ થઈ રહ્યું છે શ્રીમંત, ઝડપથી વધી રહી છે દેશની સંપત્તિ, વિદેશી મુદ્રા ભંડાર વધીને આટલા અબજ ડોલરના સ્તરે

by kalpana Verat
પાડોશી ગરીબ તો ભારત રોજ થઈ રહ્યું છે શ્રીમંત, ઝડપથી વધી રહી છે દેશની સંપત્તિ, વિદેશી મુદ્રા ભંડાર વધીને આટલા અબજ ડોલરના સ્તરે

News Continuous Bureau | Mumbai

ગત 5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઈન્ડિયા ફોરેક્સ રિઝર્વમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 

ફોરેન એક્સચેન્જ રિઝર્વ 719 કરોડ ડોલરના ઉછાળા સાથે 595.97 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગયું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર વિદેશી ચલણની સંપત્તિમાં 6.53 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે વધીને 526.02 બિલિયન ડોલર થઈ ગયો છે.

આ અગાઉ 28 એપ્રિલ, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 588.78 બિલિયન ડોલર હતું. 

જો ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ટૂંક સમયમાં તે 600 બિલિયન ડોલરના સ્તરને પાર કરી શકે છે

આ સમાચાર પણ વાંચો:  દર્દીઓને મળશે રાહત.. સરકારના આ એક પગલાંથી દવાઓની કિંમત 50% સુધી ઘટી થશે..

Join Our WhatsApp Community