ICCનું મોટું બ્લન્ડર.. ટીમ ઈન્ડિયાને કલાકો માટે બનાવી દીધું ટેસ્ટ ક્રિકેટના બાદશાહ, ઓસ્ટ્રેલિયાની વધારી દીધી ચિંતા

by kalpana Verat
Team India Playing 11 for World cup 2023

News Continuous Bureau | Mumbai

  • ગત મહિનાની માફક આ મહિને પણ ICC એ જબરદસ્ત ટેકનિકલ ક્ષતિ સર્જી દીધી છે. 
  • પરિણામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ નંબર વનની ખુરશી પર બિરાજમાન થઈ હતી. 
  • જોકે આ ખુશી વધારે લાંબો સમય ટકી શકી નહોતી. કારણ કે આઈસીસીએ રેન્કિંગમાં ભૂલને લઈ સુધારો કર્યો હતો. 
  • આમ થોડાક જ કલાકમાં ભારતીય ટીમના માથે ભૂલથી સજેલો તાજ પરત કાંગારુઓને શિરે પહોંચ્યો હતો.
  • હવે ઓસ્ટ્રેલિયા 126 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ટીમ ઈન્ડિયા 115 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાન પર છે. 
  • ભારતીય ટીમ હવે 11 પોઈન્ટના અંતરને દૂર કરીને ભૂલ નહીં વાસ્તવિકતામાં ટોચ પર પહોંચવા પ્રયાસ કરશે.
  • ઉલ્લેખનીય છે કે ICC એ આવી જ ભૂલ ગયા મહિને કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  કામનું / બદલાતી ઋતુમાં તાવ, શરદી, ઉધરસથી બચવા માટે આ 5 ફળોનું કરો સેવન, ઈમ્યુનિટી થઈ જશે બૂસ્ટ

 

Join Our WhatsApp Community