News Continuous Bureau | Mumbai
- યુક્રેન પર રશિયાના હુમલાને એક વર્ષ પૂરું થાય તે પહેલાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પ્રસ્તાવ લવાયો હતો.
- આ પ્રસ્તાવને ભારે બહુમતથી પસાર કરાયો. જેમાં રશિયા સમક્ષ યુક્રેનમાં દુશ્મનાવટનો અંત લાવવા અને તાત્કાલિક ધોરણે સૈન્યને પાછું બોલાવી લેવા અપીલ કરાઈ હતી.
- 193 સભ્યો ધરાવતી યુએનજીએમાં મતદાન દરમિયાન 141 સભ્ય દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. જ્યારે 7 સભ્ય દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો.
- રશિયા, બેલારુસ, ઉ.કોરિયા, ઇરીટ્રિયા, માલી, નિકારાગુઆ અને સીરિયા આ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરનારા દેશોમાં સામેલ છે.
- જોકે મતદાન દરમિયાન 32 સભ્ય દેશો ગેરહાજર રહ્યા હતા જેમાં ભારત અને ચીન પણ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : પરમાણુ યુદ્ધની અણી પર ઉભું છે વિશ્વ, 32 વર્ષ પછી પુતિને ખોલી પરમાણુ પરીક્ષણ સાઈટ
Join Our WhatsApp Community