- ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કાયદા સુધારણા પૉલિસી રજૂ કરી છે તેના વિરોધમાં દેશભરમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે.
- પાટનગર તેલ અવીવમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉમટી પડતા વાહન-વ્યવહાર ખોરવાયો છે અને વિમાનોની ઉડાન અટકાવી દેવાની ફરજ પડી છે.
- જોકે ભારે વિરોધ પ્રદર્શનો બાદ નેતાન્યાહૂએ પીછેહઠ કરીને એક મહિના સુધી બિલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
- લોકોની દલીલ છે કે સરકારના કાયદા સુધારણા બિલથી સુપ્રીમ કોર્ટ નબળી પડી જશે અને સરવાળે લોકશાહી નબળી પડશે.
- કાયદા સુધારણાનો વિરોધ નેતાન્યાહૂ સરકારમાં સંરક્ષણ મંત્રી રહેલા યાઓવ ગેલેન્ટે કર્યો એ પછી નેતાન્યાહૂએ એને મંત્રાલયમાંથી હાંકી કાઢ્યા હતા
- આ બિલને ઓવરરાઈટ બિલ પણ કહેવાય છે. એ પ્રમાણે સુપ્રીમના ચુકાદાને પણ સરકાર બહુમતીથી ફેરવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : પુણે પોલીસની દમદાર કામગીરી, આ ક્રિકેટરના પિતા થયા ગુમ, કલાકોની લાંબી શોધખોળ બાદ અહીંથી શોધી કાઢયા…
Join Our WhatsApp Community