336
- ફિનલેન્ડ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે નાટોની યાદીમાં જોડાઈ ગયું છે, જે વિશ્વનું સૌથી મોટું સુરક્ષા સંગઠન છે.
- ફિનલેન્ડના વિદેશ પ્રધાને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકનને દસ્તાવેજો સોંપ્યા પછી નાટોનું સભ્યપદ સત્તાવાર બન્યું.
- આ પગલું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે વ્યૂહાત્મક અને રાજકીય આંચકો છે.
- કારણ કે ફિનલેન્ડ રશિયાનો પડોશી દેશ છે અને તેની સાથે ૧,૩૦૦ કિ.મી.થી વધુની સરહદ જોડાયેલી છે.
- હવે પડોશી દેશ સ્વીડને પણ નાટોમાં જોડાવા અરજી કરી દીધી છે.
- અગાઉ યુક્રેને નાટોમાં જોડાવાની પ્રક્રિયા શરૂ કરતા રશિયાએ તેના પર આક્રમણ કર્યું હતું. હવે ફિનલેન્ડના જોડાવાથી યુક્રેન સામેનું યુદ્ધ વધુ વકરે તેવી આશંકા છે.
- રશિયાએ ચેતવણી આપી છે કે ફિનલેન્ડની નાટો સદસ્યતા દ્વારા ઉભા થતા સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે તેને વળતા પગલાં લેવાની ફરજ પડશે
આ સમાચાર પણ વાંચો: મોંઘવારીનો માર! મહારાષ્ટ્રમાં ઘઉં, જુવાર, બાજરીના ભાવ છૂટક બજારમાં આસમાને.. જાણો વર્તમાન દર
Join Our WhatsApp Community