271
- પાકિસ્તાનના હૈદરાબાદમાં મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે એક હિન્દુ ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી.
- મીડિયા રિપોર્ટ મુજબ 60 વર્ષીય ડૉ. ધરમ દેવ રાઠી સ્કીન સ્પેશિયાલિસ્ટ હતા. તેની હત્યા તેના ડ્રાઈવરે કરી હતી અને તે હાલ ફરાર છે.
- કહેવામાં આવી રહ્યું છે કે તેમના મૃત્યુના થોડા સમય પહેલાં ડૉ. ધરમ દેવે તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી.
- આ વાતથી તેનો ડ્રાઈવર ગુસ્સે થયો હતો અને તેણે ઘરે પરત ફરતાં ડોક્ટરનું ગળું દબાવીને હત્યા કરી દીધી. જોકે ડોક્ટરની હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
- પોલીસ તેના ડ્રાઈવરને શોધી રહી છે. તેની ધરપકડ બાદ જ સાચું કારણ જાણી શકાશે.
- પાકિસ્તાનના બિન-મુસ્લિમ વિસ્તારના સાંસદ ખિયાલ દાસ કોહિસ્તાનીએ પણ આ હત્યાની નિંદા કરી છે.
આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન
Join Our WhatsApp Community