પાકિસ્તાનમાં હોળીના અવસર પર હિન્દુ ડોક્ટરની નિર્મમ હત્યા, આરોપી ડ્રાઈવર ફરાર.. કારણ ચોંકાવનારું..

by kalpana Verat
Pakistan Hindu doctor killed on the occasion of Holi accused driver absconding
  • પાકિસ્તાનના હૈદરાબાદમાં મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે એક હિન્દુ ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી. 
  • મીડિયા રિપોર્ટ મુજબ 60 વર્ષીય ડૉ. ધરમ દેવ રાઠી સ્કીન સ્પેશિયાલિસ્ટ હતા. તેની હત્યા તેના ડ્રાઈવરે કરી હતી અને તે હાલ ફરાર છે.
  • કહેવામાં આવી રહ્યું છે કે તેમના મૃત્યુના થોડા સમય પહેલાં ડૉ. ધરમ દેવે તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી. 
  • આ વાતથી તેનો ડ્રાઈવર ગુસ્સે થયો હતો અને તેણે ઘરે પરત ફરતાં ડોક્ટરનું ગળું દબાવીને હત્યા કરી દીધી. જોકે ડોક્ટરની હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 
  • પોલીસ તેના ડ્રાઈવરને શોધી રહી છે. તેની ધરપકડ બાદ જ સાચું કારણ જાણી શકાશે. 
  • પાકિસ્તાનના બિન-મુસ્લિમ વિસ્તારના સાંસદ ખિયાલ દાસ કોહિસ્તાનીએ પણ આ હત્યાની નિંદા કરી છે.

આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More