News Continuous Bureau | Mumbai
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની વિરુદ્ધ ઈસ્લામાબાદની એક કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આ મામલો એક મહિલા જજને ધમકી આપવાનો છે.
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા ઈસ્લામાબાદ પોલીસ હેલિકોપ્ટર દ્વારા લાહોર પહોંચી ગઈ છે.
- જોકે, પોલીસ લાહોરમાં તેમના ઘરે પહોંચે તે પહેલા ઈમરાન ખાન એક રેલીમાં ભાગ લેવા માટે નીકળી ગયા હતા.
- આવી સ્થિતિમાં ઈસ્લામાબાદ પોલીસ લાહોરના જમાન પાર્કમાં ઈમરાન ખાનના ઘરે તેની રાહ જોઈ રહી છે.
- મહત્વનું છે કે ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પોલીસને ઈમરાન ખાનને 29 માર્ચ પહેલા હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે.
- છેલ્લા કેટલાક દિવસોમાં ઈમરાન ખાન વિરુદ્ધ આ બીજું બિનજામીનપાત્ર વોરંટ છે. આ પહેલા તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે ને ઝટકે પે ઝટકા. સૌથી નજીકના ગણાતા નેતા ના દીકરાએ એકનાથ શિંદેની શિવસેના પસંદ કરી.
Join Our WhatsApp Community