287
News Continuous Bureau | Mumbai
- તમિલનાડુની સ્ટાલિન સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે
- કોર્ટે આરએસએસ કૂચ પર હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા સ્ટાલિન સરકારની અરજીને ફગાવી દીધી છે.
- સાથે જ ન્યાયમૂર્તિઓ સર્વશ્રી પી. રામસુબ્રમન્યમ અને પંકજમિત્તલની પીઠીકાએ પુનર્નિશ્ચિત તારીખે આર.એસ.એસ.ને કૂચ યોજવા અનુમતિ આપી દીધી છે.
- સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર તરફથી હાજર વકીલે કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સરકાર 6 જિલ્લામાં માર્ચની મંજૂરી આપી શકે નહીં. કારણ કે આ વિસ્તારોમાં PFI અને બોમ્બ બ્લાસ્ટનો ખતરો છે.
- કોર્ટે રાજ્ય સરકારના સ્ટેન્ડની ટીકા કરી અને કહ્યું કે સરકાર કેટલાક માટે લોકશાહીની ભાષા બોલે છે અને અન્ય માટે સત્તાની ભાષા.
- આ પહેલા હાઈકોર્ટે આ મામલે RSS માર્ચને લીલી ઝંડી આપી દીધી હતી. જેની સામે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ સમાચાર પણ વાંચો: ભારતના આ પાડોશી દેશની હાલત વધુ કફોડી બની, 25 એપ્રિલે યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સ્થગિત કરવી પડી..