News Continuous Bureau | Mumbai
- આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી મૂળ ભારતીય અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે.
- આ મહત્વના હોદ્દા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કે વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે.
- અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તેમના નામની જાહેરાત કરી હતી. આ પદ પર નિયુક્ત થનાર તેઓ પ્રથમ ભારતીય બનશે.
- આ સ્થાન પર પસંદગી કરનાર વ્યકિતઓમાં અજય બંગા પ્રથમ મૂળ ભારતીય વ્યકિતત્વ ધરાવે છે.
- હાલમાં 189 દેશોમાં ગરીબી ઓછી કરવા માટેનું નેતૃત્વ ડેવિડ મલપાસ કરી રહ્યાં હતા. તેઓ હવે જૂન-2023માં પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી રહ્યા છે જેના કારણે હવે બંગા તેઓની જગ્યા લેશે.
- અજય બંગાને વર્ષ 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 63 વર્ષીય બંગા હાલમાં જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન છે.
આ સમાચાર પણ વાંચો : હાય ગરમી! ફેબ્રુઆરીમાં શરૂ થઇ ગઇ માર્ચ મહિના જેવી ગરમી.. તાપમાનમાં થયો આટલા ડિગ્રી સેલ્સિયસનો વધારો..
Join Our WhatsApp Community