News Continuous Bureau | Mumbai
ભીષણ લૂ ની સ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ બંગાળમાં આગામી અઠવાડિયે તમામ સ્કુલ-કોલેજ બંધ રહેશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ એલાન કર્યુ છે.
તેમણે કહ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી બાળકો સ્કુલમાંથી પાછા ફર્યા બાદ માથાના દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. જે બાદ આ નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે આ સંબંધિત ટૂંક સમયમાં જ સત્તાકીય જાહેરાત કરવામાં આવશે.
તેમણે કહ્યુ કે હુ લોકોને બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તડકામાં ન નીકળવાની પણ વિનંતી કરીશ.
આ સમાચાર પણ વાંચો :સમોસા આપણા દેશના નથી, જાણો ભારતમાં કેવી રીતે પહોંચ્યા? ભારત પહોંચવા સુધીની વાર્તા છે રસપ્રદ
Join Our WhatsApp Community