News Continuous Bureau | Mumbai
માર્ચ 2023માં જથ્થાબંધ મોંઘવારીએ ઘટાડાનો પણ મોટો રેકોર્ડ કરી નાખ્યો છે. જથ્થાબંધ મોંઘવારી 29 મહિનાના તળિયે પહોંચી છે.
માર્ચમાં હોલસેલ મોંઘવારી દર (WPI) ઘટીને 1.34 ટકા પર આવી ગયો છે.
માર્ચમાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો ખાદ્ય ચીજો, કાપડ, ખનિજો, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે આવ્યો છે.
સાથે જ ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, પેપર અને પેપર પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડાને કારણે મોંઘવારી પણ ઘટી છે. જોકે દૂધ હજુ પણ મોંઘું છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2023માં જથ્થાબંધ મોંઘવારી 3.85% હતી. જાન્યુઆરી 2023 માં જથ્થાબંધ ફુગાવો 4.73% હતો.
આ સમાચાર પણ વાંચો : ઝટકે પે ઝટકા.. ઉદ્ધવ જૂથને વધુ એક આંચકો, હાઇકોર્ટે BMC વોર્ડની સંખ્યા અંગે આપ્યો મોટો ચુકાદો..
Join Our WhatsApp Community