News Continuous Bureau | Mumbai
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્ય ફૂટસાલ કબલ ચેમ્પિયનશીપ-2023નું આયોજન કરી રહ્યું છે. વડોદરામાં તા. 24 મે 2023 થી 31 મે 2023 સુધી યોજાનારી આ ચેમ્પિયનશીપ સમા સ્પોર્ટ્સ ઈન્ડોર હોલમાં વુડન કોર્ટ પર રમાશે. આવતી કાલે સવારે ૯:૦૦ વાગે ઉદ્ઘાટન મેચ સાથે આ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે આ ચેમ્પિયનશિપમાં ગુજરાતની પ્રતિષ્ઠિત ટીમો ભાગ લેશે, એમાં ભાઈઓના વિભાગમાં નવ ટીમ રહેશે, જ્યારે બહેનોના વિભાગમાં ચાર ટીમ ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ ની ફાઇનલ મે 31,2023ના રોજ રમાશે. ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપમાં જીતનાર ટીમ ઓલ ઇન્ડિયા ફુટસાલ ક્લબ ચેમ્પિયનશિપ માટે ક્વોલીફાઈ થશે.
આ સમાચાર પણ વાંચો : અમદાવાદમાં GST ચોરીનો પર્દાફાશ, 40 કરોડના નકલી બિલ મળી આવ્યા, આટલા લોકોની કરી ધરપકડ
ફૂટબોલનું આ નવતર સ્વરૂપ પ્રચલિત અને પ્રચારિત કરવાની પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.
ફૂટસાલ ઉત્સાહજનક અને ઝડપી ઇન્ડોર રમત છે, જે સમગ્ર વિશ્વમાં રમાતી અને ફીફા દ્વારા માન્યતા પ્રાપ્ત રમત છે. આ રમતમાં બંન્ને ટોમોમાં પાંચ-પાંચ ખેલાડીઓ હોય છે અને તે ટચલાઇન સાથેની સમતળ સપાટી પર ઓછો ઉછાળ ધરાવતા ફૂટસાલ બોલથી રમવામાં આવે છે. કૌશલ્ય વર્ધન માટેની આ એક ઉમદા રમત છે કેમ કે તેમાં ત્વરીત નિર્ણય અને પ્રતિભાવ, સર્જનાત્મક ડ્રિબલિંગ અને બોલને સચોટ રીતે પાસ કરવાનો સમાવેશ થાય છે.
જી.એસ.એફ.એ.ની યાદીમાં આ પ્રકારના ઘણા પ્રસંગો ભવિષ્યમાં આવવાના છે, જેમાં છોકરા-છોકરીઓ માટે બેબી લીગ, સબજૂનિયર, જૂનિયર અને સીનિયર લીગ વિગેરે સામેલ છે.
Join Our WhatsApp Community