ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
ભારત અને શ્રીલંકા વચ્ચે રમતી T20 મૅચ ફારસ જેવી સાબિત થઈ છે. ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને કોરોના થતાંએક મૅચ સસ્પેન્ડ કરાઈ હતી, પરંતુ મૅચ પ્રસારિત કરતી કંપનીને કારણે નાછૂટકે આ શ્રેણી ફરીથી શરૂ કરાઈ છે. કૃણાલ પંડ્યાની નજીક આવેલા સાત ખેલાડીઓને પણ આઇસોલેટ કરતાં હવે ભારતની ટીમમાં કોને સામેલ કરવા એ મોટો પ્રશ્ન બન્યો હતો.
ચાહકો ઇચ્છતા હતા કે બીજી અને ત્રીજી મૅચ રદ કરવામાં આવે, પરંતુ એમ ન થતાં ભારતીય ટીમ માટે કટોકટી સર્જાઈ હતી. કૅપ્ટન ધવન અને ટીમના કોચ દ્રવિડ સામે મુસીબત એ હતી કે જો સાત ખેલાડીઓ ન રમે તો ટીમ કઈ રીતે બને. બાદમાં ફિટ ખેલાડીઓને સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકેઆ નિર્ણયને પગલે હાલ ટીમમાં બોલરોની સંખ્યા વધી ગઈ છે.
કોરોનાને લગતા નિયંત્રણો તથા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાને લઈને કોંગ્રેસના આ નેતાએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ કરી આ મોટી માગણી;જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે આ પડકાર ઝીલ્યો છે અને મૅચ રમવાથી પાછળ ખસી નથી. ભારતીય ટીમને વિશ્વાસ છે કે શ્રીલંકાની ટીમનો સામનો કરવા માટે આ ટીમ પણ પૂરતી છે, પણ જો ભારતના હજી એકાદ ખેલાડીને આઇસોલેટ કરાયો હોત તો ભારતે નેટ બોલરોને પણ રમાડવાની જરૂર પડત.