ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
કોલ્હાપુરસ્થિત શિવાજી યુનિવર્સિટીમાં રાજ્ય સ્તરીય સ્પર્ધા યોજાઈ હતી, જેમાં તલવારબાજીની સ્પર્ધામાં દહિસરની ખુશી દુખંડેએ કાસ્ય પદક મેળવ્યું છે.
શિવાજી યુનિવર્સિટીમાં 23થી 25 ઑક્ટોબર દરમિયાન આ રાજ્ય સ્તરીય સ્પર્ધા યોજાઈ હતી. એમાં કુલ 450 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાઓ પૈકી એક મહારાષ્ટ્ર રાજ્ય વરિષ્ઠ ગ્રૂપ તલવારબાજી અજિંક્ય નામની સ્પર્ધા હતી. આ સ્પર્ધામાં ત્રીજું સ્થાન દહિસરની રહેવાસી ખુશીએ મેળવ્યું છે. IC કૉલોનીમાં રહેતી ખુશી હાલમાં બોરીવલીની નાલંદા એકૅડેમીમાં તલવારબાજીની તાલીમ લઈ રહી છે.
આખરે પકડાઈ ગયો કિરણ ગોસાવી, આ કેસમાં પુણે પોલીસે કરી ધરપકડ; જાણો વિગત..
ખુશીની આ જીત ઉપર સ્થાનિક નગરસેવિકા તેજસ્વી ઘોસાળકરે તેનું બહુમાન કર્યું હતું. એ સમયે ખુશીએ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું કે આગામી સ્પર્ધામાં તે સુવર્ણ પદક જીતશે.