ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
આખરે રણજી ટ્રોફીની નવી સીઝન શરૂ થવા જઇ રહી છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે તમામ રાજ્ય સંઘોને જાણકારી આપી છે કે 10 ફેબ્રુઆરીએ ટુનામેન્ટની શરૂઆત થશે. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર ટુર્નામેન્ટનું આયોજન આઇપીએલ અગાઉ અને ત્યારબાદ બે અલગ અલગ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગ્રુપ સ્ટેજની મેચ રમાશે જ્યારે 30 મેથી શરૂ થનારા બીજા તબક્કામા નોકઆઉટ રાઉન્ડ રમાશે. બોર્ડે રાજ્યોને ટુનામેન્ટના ફોર્મેટ અને વેન્યૂની પણ જાણકારી આપી છે.
રણજી ટ્રોફીનું પહેલું ચરણ ૧૦ ફેબુઆરીથી ૧૫ માર્ચ સુધી રમાશે. જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ ૩૦ મેથી ૨૬ જુન સુધી બીજા ચરણમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ૪-૪ ટીમો આઠ એલીટ ગ્રુપમાં વહેચાઇ ગઇ છે. જ્યારે બાકીની ૬ ટીમોએ પ્લેટ ડિવિઝનમાં જગ્યા બનાવી છે. ટુર્નામેન્ટ સમયે ૬૨ દિવસોમાં ૬૪ મેચ રમાશે. પહેલા ચરણમાં ૫૭ મેચ રમાશે. બીજા ચરણમાં સાત નોકઆઉટ મેચ રમાશે. જેમાં ચાર ક્વાર્ટર ફાઇનલ, બે સેમિ ફાઇનલ અને ફાઇનલ રહેશે. એલીટ ગ્રુપની મેચ રાજકોટ, કટક, ચેન્નઈ, અમદાવાદ, ત્રિવેંદ્રમ, દિલ્હી, હરિયાણા અને ગુવાહાટીમાં રમાશે. પ્લેટ લીગ મેચ કોલકતામાં રમાશે.
રણજી ટ્રોફી 2022 ગ્રૂપઃ
રાજકોટમાં એલિટ એ: ગુજરાત, એમપી, કેરળ અને મેઘાલય
કટકમાં એલિટ બી: બંગાળ, બરોડા, હૈદરાબાદ અને ચંદીગઢ
ચેન્નાઈમાં એલિટ સી: કર્ણાટક, રેલ્વે, J&K અને પોંડિચેરી
અમદાવાદમાં એલિટ ડી: સૌરાષ્ટ્ર, મુંબઈ, ઓડિશા અને ગોવા
ત્રિવેન્દ્રમમાં એલિટ ઇ: આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, સેવાઓ અને ઉત્તરાખંડ
દિલ્હીમાં એલિટ એફ: પંજાબ, એચપી, હરિયાણા અને ત્રિપુરા
હરિયાણામાં એલિટ જી: વિદર્ભ, યુપી, મહારાષ્ટ્ર અને આસામ
ગુવાહાટીમાં એલિટ એચ: દિલ્હી, તમિલનાડુ, ઝારખંડ અને છત્તીસગઢ
કોલકાતામાં પ્લેટ: બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ