262
Join Our WhatsApp Community
પૂર્વ ભારતીય મધ્યક્રમ બેટ્સમેન યશપાલ શર્માનું મંગળવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.
પારિવારિક સૂત્રોએ તેમના નિધનની જાણકારી આપી.
યશપાલ શર્મા 1983માં કપિલ દેવની આગેવાનીમાં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય હતા.
તેમણે 37 ODI અને 42 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ 1979-83 સુધી મધ્યક્રમના અગત્યનો હિસ્સો હતા.
ઈન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ યશપાલ શર્માએ ઘણા રન ફટકાર્યા હતા.
તેમણે 160 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44.88ની સરેરાશથી 8933 રન કર્યા. બીજી તરફ, 74 લિસ્ટ એ મેચોમાં 34.42ની સરેરાશથી 1859 રન કર્યા હતા.
બોલો! ખાનગી હૉસ્પિટલને મળે છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાને આ વેક્સિન મળતી નથી; જાણો વિગત
You Might Be Interested In