ખેલ વિશ્વ

વેસ્ટ ઇન્ડીઝને બે-બે વખત T20 વર્લ્ડ કપ જિતાડનાર ખેલાડી ભ્રષ્ટાચારના કેસમાં ફસાયો; જાણો વિગત

Sep, 24 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

રાજકારણ, ફિલ્મજગતના દિગ્ગજો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય એવી વાત તો આપણે સાંભળી હશે, પરંતુ હવે ખેલ જગતની વ્યક્તિઓ પણ આમાંથી બાકાત રહી નથી.

વાત એમ છે કે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર માર્લોન સેમ્યુઅલ્સ ભ્રષ્ટાચારના કેસમાં ફસાયો છે. ICCના ઍન્ટી કરપ્શન યુનિટે તેમને ચાર કેસ (ICC એન્ટી કરપ્શન કોડ)ના આરોપી ગણાવીને નોટિસ ફટકારી છે. રિપૉર્ટ અનુસાર સેમ્યુઅલ્સે T10 લીગ દરમિયાન ભ્રષ્ટાચારવિરોધી નિયમો તોડ્યા હતા. સેમ્યુઅલ્સે 14 દિવસની અંદર ICC દ્વારા જારી નોટિસનો જવાબ આપવાનો રહેશે. 

ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત

એ વાત ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડીઝને બે વખત T20 વર્લ્ડ કપ જીતવામાં માર્લોન સેમ્યુઅલ્સે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 2012 અને 2016માં વેસ્ટ ઇન્ડીઝે T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને બંને ફાઇનલમાં સેમ્યુઅલ્સ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )