News Continuous Bureau | Mumbai
ટી-20 વર્લ્ડ કપમાં(T20 World Cup) ઝિમ્બાબ્વેએ(Zimbabwe) પાકિસ્તાનને(Pakistan) માત્ર એક રનથી હરાવી સૌથી મોટો ઉલટફેર કર્યો છે. ગઈકાલે (ગુરુવારે) પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે આઠ વિકેટે 129 રન જ બનાવી શક્યું હતું. મહત્વનું છે કે વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે પાકિસ્તાનની ઝિમ્બાબ્વે સામેની હાર બાદ પાકિસ્તાન માટે વર્લ્ડકપનો આગળનો પ્રવાસ ખૂબ જ મુશ્કેલીભર્યો રહેશે. કારણ કે પાકિસ્તાનની ટીમ આ વર્લ્ડ કપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં તેમની આશા જીવંત રહેશે. જો સાઉથ આફ્રિકાની(South Africa) ટીમ હવેની તેની બધી જ મેચ હારે અને પાકિસ્તાન તેની બધી જ મેચ જીતે, તો જ તેઓ સેમિફાઈનલની રેસમાં જીવંત રહેશે. જોકે સાઉથ આફ્રિકાના રનરેટને જોતા પાકિસ્તાન માટે સેમિફાઈનલની રાહ મુશ્કેલ લાગે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારમાં સવાર સવારમાં ફાટી નીકળી ભીષણ આગ- ફાયર બ્રિગેડની બે ચાર નહીં પણ 8 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે- જુઓ વિડીયો