274
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
શૂટિંગ અને એથ્લેટિક્સ ઇવેન્ટ બાદ હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
બેડમિન્ટન ખેલાડી સુહાસ યથીરાજે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે.
બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં સુહાસે ઇન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાનને સીધા સેટમાં 2-0થી હરાવ્યો.
નોઇડાના ડીએમ સુહાસ યતીરાજે સેમિફાઇનલ મેચ માત્ર 30 મિનિટમાં 21-9, 21-15થી જીતી લીધી.
હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે.
સુહાસ યથીરાજે 2020 માં બ્રાઝિલ ઓપન અને પેરુ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યા અને પછી વર્લ્ડ રેન્કિંગના આધારે પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ મેળવી છે.
નોંધનીય છે કે, પ્રથમ વખત બેડમિન્ટનની રમતને ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics 2021) માં જ સામેલ કરવામાં આવી છે.
You Might Be Interested In