ખેલ વિશ્વ

મિસ્ટર કૂલની નિમણૂક થઈ ગયા પછી ભડક્યો અજય જાડેજા, કહ્યું : મેન્ટરની શું જરૂર?

Sep, 14 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

આજકાલ જેમ રાજનીતિમાં બદલાવ આવે છે તેમ રમતગમત ક્ષેત્રે પણ બદલાવ જોવા મળે છે. 
  બીસીસીઆઈની વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ગયા બુધવારે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ટીમના સપોર્ટ સ્ટાફમાં નોંધપાત્ર પસંદગી જોવા મળી હતી. 
પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને માર્ગદર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીની પસંદગી પર શંકા ઊઠી રહી છે. 
ભારતના પૂર્વ ક્રિકેટર અને મહેન્દ્રસિંહ ધોનીથી સિનિયર એવા અજય જાડેજાએ મહેન્દ્ર સિંહ ધોનીની પસંદગી પર વિરોધ પ્રગટ કરતાં કહ્યું કે ટીમ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીના માર્ગદર્શન હેઠળ સારું પ્રદર્શન કરી રહી છે. આ પૃષ્ઠભૂમિ સામે મને નથી લાગતું કે ભારતીય ટીમને માર્ગદર્શકની જરૂર છે. 

વિરાટ કોહલી આપશે કેપ્ટનશીપમાંથી રાજીનામુ? T20 વર્લ્ડ કપ બાદ આ ધૂરંધર ખેલાડી બની શકે છે ભારતનો કેપ્ટન; જાણો વિગતે
અજય જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, “હું બે દિવસથી વિચારી રહ્યો હતો કે મહેન્દ્ર સિંહ ધોનીને મેન્ટર તરીકે કેમ પસંદ કરવા જોઈએ. મહેન્દ્રસિંહ ધોનીના પ્રદર્શન અંગે કોઈ શંકા નથી. તે એ પણ જાણે છે કે તે ટીમ માટે કેટલો ફાયદાકારક બની શકે છે, પરંતુ ટીમને આ પહેલાં કોઈ માર્ગદર્શક મળ્યો નથી. આ આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કે આ પસંદગી અચાનક કેમ કરવામાં આવી. રવીન્દ્ર જાડેજાને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે સમક્ષ બેટિંગ માટે શા માટે મોકલવામાં આવ્યો તે પણ એક પ્રશ્ન છે.”

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )