News Continuous Bureau | Mumbai
IPL 2022(IPL 2022)માં શુક્રવારે રાત્રે જે હોબાળો થયો તે આખી દુનિયાએ જોયો. અને આ ઘટના સોશિયલ મીડિયા (Social Media)પર પણ વાયરલ થઈ રહી છે. ગઈકાલે(શુક્રવારે) દિલ્હી કેપિટલ્સ (DC)ને 15 રનથી હરાવ્યું હતું. જોકે આ મેચ રાજસ્થાન(Rajasthastan) ની જીત કરતાં વધુ હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈને ચર્ચામાં છે. આ સમગ્ર ડ્રામા દિલ્હીની ઈનિંગ(Delhi inning)ની છેલ્લી ઓવર(Last over)માં નો-બોલ(No Ball) ન આપવાને લઈને થયો હતો. દરમિયાન આ મેચ જોવા આવેલા સ્ટેડિયમ(Stadium)માં બેઠેલા લોકો પણ અમ્પાયરો પર ગુસ્સે થઈ ગયા હતા.
Rishabh Pant said, "everyone was frustrated, it was a clear no ball. We were disappointed, but it's not in our control".@rajasthanroyals @DelhiCapitals pic.twitter.com/l4WWHyG2jn
— kiran1432 (@SaiKiranAddala3) April 22, 2022
વાત જાણે એમ છે કે, છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સે(Delhi capitals) જીતવા માટે 6 બોલમાં 36 રન બનાવવાના હતા. રોવમેન પોવેલે(Rovman Powell) પહેલા 3 બોલમાં સતત 3 છગ્ગા ફટકારીને દિલ્હીની આશા વધારી દીધી હતી. ખાસ વાત એ હતી કે, બોલર ઓબેદ મેકકોય(Obed Mccoy )નો ત્રીજો બોલ ફુલ ટોસ હતો જેને દિલ્હી કેપિટલ્સ(Delhi capitals)ની ટીમે નો-બોલ(No ball) આપવાની માગ કરી હતી. જોકે મેદાન પરના અમ્પાયરે(Umpire) નો-બોલ નહોતો આપ્યો. જ્યારે અમ્પાયર દ્વારા 'નો-બોલ' આપવામાં આવ્યો ન હતો ત્યારે દિલ્હીના કેપ્ટન રિષભ પંતે(Delhi capitals captain Rishabh Pant) તેના ખેલાડી(Player)ઓને મેદાનની બહાર બોલાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મેચ થોડો સમય રોકાઈ ગઈ હતી. અંતે દિલ્હી આ મેચ હારી ગયું હતું. આ સાથે દિલ્હીની ટીમ હવે 7માંથી 4 મેચ હારી ગઈ છે અને તે 6 પોઈન્ટ સાથે લીગ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
આ સમાચાર પણ વાંચો : ભાગેડુ આર્થિક ગૂનેગારોને ભારતને પરત સોંપવા અંગે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનનું મોટું નિવેદન. વિજય માલ્યા અને નીરવ મોદી વિશે કહી આ વાત