News Continuous Bureau | Mumbai
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની(Indian women's cricket team) પૂર્વ કેપ્ટન(Former Captain) મિતાલી રાજ(Mithali Raj) બાદ હવે રૂમેલી ધરે(Rumeli Dhare) ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ(Retirement) લેવાની જાહેરાત કરી છે.
38 વર્ષની રૂમેલીએ સોશિયલ મીડિયા(Social media) પર એક પોસ્ટ શેર કરીને પોતાની 15 વર્ષની ક્રિકેટ કારકિર્દીને(Cricket career) અલવિદા કર્યું છે.
રૂમેલી ધરે ભારત(India) માટે 4 ટેસ્ટ, 78 વનડે(Oneday) અને 18 T20 ઈન્ટરનેશનલ મેચ(International match) રમી છે.
તે 2009માં ઈંગ્લેન્ડની(England) T20 વર્લ્ડ કપમાં(World Cup) ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી જેમાં તેણે 4 મેચમાં 6 વિકેટ લીધી હતી.
તેણે 2003માં ઈંગ્લેન્ડ સામેની વનડેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં(International Cricket) ડેબ્યૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : નિર્ણાયક મેચમાં વરસાદ વિલન - ભારત- દ-આફ્રિકાની ટી-20 શ્રેણી ડ્રો-આ ખેલાડીને મળ્યો પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ