345
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓગસ્ટ, 2021
ગુરુવાર
ભારતે નૈરોબીમાં એથલેટિક્સ U20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4×400 મીટર મિક્સ્ડ રિલે રેસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ભારતના અબ્દુલ રઝાક રશીદ, કપિલ, સુમી અને પ્રિયા મોહન 3.20.60 મિનિટના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા છે.
ભારતીય રમતવીરોએ સિઝનમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
નાઇજીરિયાને આ ઇવેન્ટમાં ગોલ્ડ અને પોલેન્ડને સિલ્વર મેડલ મળ્યો છે.
અંડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ભારતનો આ પાંચમો મેડલ છે.
ઉલ્લેખનીય છે કે ભારતે U20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે 27 સભ્યોની ટીમ મોકલી છે, જે 18થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહી છે.
You Might Be Interested In