ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
એક ખેલાડી જેણે બ્રાયન લારાની મજબૂત વેસ્ટ ઇન્ડીઝ ટીમની હારનું કારણ બનાવ્યું હતું. સચિન જેવા ખેલાડી સામે જબરદસ્ત રમેલો એક ખેલાડી બરબાદ થઈ ગયો છે. આ એક એવો ખેલાડી હતો જે તેના દેશનો સુપરસ્ટાર હતો. આ ખેલાડી છે કેનિયાના ભૂતપૂર્વ કૅપ્ટન મોરિસ ઓડુમ્બે છે, જેનો આજે જન્મદિવસ છે. મૌરિસ ઓડુમ્બે આજે 52 વર્ષનો થઈ ગયો છે.
કેનિયાનો આ દિગ્ગજ ખેલાડી 2004માં ICCની તપાસ હેઠળ આવ્યો હતો. ઓડુમ્બે બુકી સાથેના સંબંધો માટે દોષી સાબિત થયો હતો અને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત હતો. વિશ્વ ક્રિકેટનો ચમકતો તારો અચાનક ક્યાંક ખોવાઈ ગયો. આ પ્રતિબંધ બાદ મોરિસ ઓડુમ્બે બરબાદ થઈ ગયો. તેની પાસે ખાવા માટે પણ પૈસા ન હતા અને તે ભૂખ્યા રહીને રસ્તા પર ભટકતો રહેતો હતો. ઉપરાંત તેને ડ્રગ્સ લેવાની પણ લત લાગી ગઈ હતી. તેને રિહેબિલી સેન્ટરની પણ જરૂર પડી હતી.
ભારતની આ ભૂતપૂર્વ સુપરસ્ટારને કોરોના ભરખી ગયો. જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ઓડુમ્બે હાર માની ન હતી. તેના પાંચ વર્ષના પ્રતિબંધના અંત પછી, તે ફરી એકવાર ક્રિકેટમાં જોડાયો અને 40 વર્ષની વયે તે કેનિયાના ઘરેલું ક્રિકેટમાં પાછો ફર્યો. એપ્રિલ 2018માં, તે કેનિયા ટીમનો કોચ બન્યો. જોકેતેનો આ કાર્યકાળ 6 મહિના પણ ચાલ્યો ન હતો. આ સ્થિતિ માટે ઓડુમ્બે તેની પત્નીને દોષ આપ્યો છે. ઓડુમ્બેનો આરોપ છે કે તેની પત્નીએ ICC સમક્ષ ખોટાં નિવેદનો આપ્યાં હતાં, જેના કારણે તે બરબાદ થઈ ગયો હતો.