News Continuous Bureau | Mumbai
ઓલિમ્પિક(Olympic game)માં ગોલ્ડ મેડલ(gold medal) જીતનાર ભારતના નીરજ ચોપરા(Neeraj Chopra)એ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે.
નીરજ ચોપરાએ ફિનલેન્ડ(Finland)માં કુઓર્ટેન ગેમ્સ(Kuortane games)માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
તેણે પહેલીવારમાં જ 86.69 મીટર સુધી ભાલો ફેંકી દીધો હતો
તેણે 2012 લંડન ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોકટને પાછળ છોડી આ મેડલ જીત્યો છે.
આજ મહિનામાં, નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં 89.30 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સવાર સવારમાં મોટા સમાચાર - વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો- આ જગ્યાએ હાઇવે જામ છે જુઓ વિડિયો જાણો વિગત