ખેલ વિશ્વ

ખેલ જગતમાં પાક.ને વધુ એક લપડાક, ભારતના આ લેજન્ડરી ખેલાડીએ દુબઈમાં સિક્સ રેડ સ્નૂકર વર્લ્ડ કપ જીતીને રચ્યો ઈતિહાસ

Sep, 23 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021

ગુરુવાર.

ભારતના લેજન્ડરી ક્યુઈસ્ટ પંકજ અડવાણીએ દુબઈમાં સિક્સ રેડ સ્નૂકર વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. 

અડવાણીએ આ સાથે બિલિયર્ડ્સ-સ્નૂકરમાં કારકિર્દીનું 24મું વર્લ્ડ ટાઈટલ જીતીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. 

તેણે ગત સપ્તાહે દુબઈમાં જ એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી હતી. આમ તેણે બે સપ્તાહમાં બે ટાઈટલ હાંસલ કર્યા છે.

દુબઈમાં રમાયેલી સિક્સ રેડ બોલ સ્નૂકર વર્લ્ડ કપની ફાઈનલમાં પંકજનો મુકાબલો પાકિસ્તાનના બાબર માસિહ સામે થયો હતો. જેમાં તેણે જીત હાંસલ કરતાં ૮.૮૫ લાખ ડોલરની ઈનામી રકમ પણ જીતી હતી. 

પંકજે અગાઉ સેમિ ફાઈનલમાં ઈરાનના એશિયન સ્નૂકર ફાઈનલીસ્ટ આમીર સારખોશને ૬-૩થી પરાજય આપ્યો હતો.

ભારતમાં અમેરિકાની જાસૂસી સંસ્થાના અધિકારી પર રહસ્યમય હુમલો; જાણો વિગત
 

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )