ખેલ વિશ્વ

શાબ્બાશ! આ રાજ્યના મુખ્ય પ્રધાન ઑલિમ્પિક વિજેતા માટે બનશે શેફ, પોતાના હાથે પકવાન બનાવી ખવડાવશે; જાણો વિગત

Sep, 8 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

બુધવાર

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે એક નવો ચીલો ચાતર્યો છે. રાજ્યના ઑલિમ્પિક વિજેતાઓ માટે તેઓ બુધવાર રાતના પટિયાલામાં મિજબાનીનું આયોજન કર્યું છે. ભોજનસમારંભમાં તેઓ શેફ બનવાના છે. એટલે કે તેઓ પોતાના હાથે વિજેતાઓ માટે જુદાં-જુદાં પકવાન બનાવીને તેમને ખવડાવાના છે. આ સમારંભ માટે કૅપ્ટન સિંહ પારંપારિક વ્યંજનો બનાવવાના છે. જેમાં પુલાવ, મટન, ચિકન, આલુ, મીઠો પુલાવ જેવી વાનગીઓ તેઓ બનાવવાના છે.

મુખ્ય પ્રધાનના મીડિયા સલાહકારે મંગળવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. પંજાબના ઑલિમ્પિક પદક વિજેતાઓને આપેલા વચન મુજબ મુખ્ય પ્રધાન પોતાના હાથે ભોજન તૈયાર કરશે. આ ભોજનસમારંભમાં  નીરજ ચોપડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

એક જ યુવાન જોડે પરણવા તેની બે પ્રેમિકાઓ જીદે ચડી; પછી યુવકે ઉછાળવો પડ્યો સિક્કો. જાણો શું છે કિસ્સો

અહીં ઉલ્લેખનીય છે કે કૅપ્ટન સિંહ એક સારા શેફ પણ છે. તેઓએ ગયા મહિને  પંજાબના ટોકિટો ઑલિમ્પિકના વિજેતા ખેલાડીઓના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, ત્યારે તેમણે પોતાના હાથે ભોજન બનાવીને ખવડાવાનું વચન આપ્યું હતું.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )