ખેલ વિશ્વ

વિરાટ કોહલી આપશે કેપ્ટનશીપમાંથી રાજીનામુ? T20 વર્લ્ડ કપ બાદ આ ધૂરંધર ખેલાડી બની શકે છે ભારતનો કેપ્ટન; જાણો વિગતે 

Sep, 13 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

સોમવાર

ભારતીય ક્રિકેટ ટીમમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે 

આ વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ હાલના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે ટી20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે.

સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી શેર કરવાનો નિર્ણય લીધો છે. 

વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઈન્ડિયાની જીત બાદથી આ વાતચીત ચાલી રહી હતી.

ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર તેની ખૂબ અસર પડી છે. કોહલીના મતે તેમની બેટિંગને વધારે સમય અને વધારે સ્પીડની જરૂર છે.

આગામી વર્ષ 2022 અને 2023માં ભારત 2 વર્લ્ડ કપ રમવાનું છે જેને કારણે વિરાટની બેટિંગને મહત્વની માનવામાં આવે છે. 

વિરાટ ટેસ્ટમાં પોતાની કેપ્ટનશિપ ચાલુ રાખી શકે છે. તેઓ હાલ 32 વર્ષના છે અને આગામી 5-6 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે. 

પરિણીત હોવા છતાં, તે તેના પુત્ર સાથે રહે છે બૉબી દેઓલના ઘરમાં; જાણો તે સુંદર અભિનેત્રી કોણ છે? 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )