ખેલ વિશ્વ

ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર બેટ્સમેને લીધા ડિવોર્સ, નવ વર્ષના લગ્ન જીવનનો આણ્યો અંત; જાણો વિગતે 

Sep, 8 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

બુધવાર  

ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા મુખર્જી આઠ વર્ષના લગ્નજીવન બાદ છૂટાં થયાં છે. 

બંનેએ છૂટાછેડા લીધાં હોવાનું આયેશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે. 

ધવન અને આયશાએ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેને સાત વર્ષનો એક પુત્ર છે, નામ છે, ઝોરાવર.

આયશા એમેચ્યોર કિકબોક્સર છે. આયશાનાં આ બીજાં લગ્ન હતાં. બીજી વખત છૂટાછેડા થવાથી એ હૃદયથી ભાંગી પડી છે. એણે ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં પોતાનાં બંને અનુભવને શેર કર્યા છે. 

ધવન સાથે એની સગાઈ 2009માં થઈ હતી અને ત્યારબાદ બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. મેલબોર્ન સ્થિત આયશા પહેલાં એક ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિને પરણી હતી.  

બોલિવૂડમાં છવાઈ શોકની લહેર, બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર એ ગુમાવ્યું પોતાનું સ્વજન

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )