ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧
શનિવાર
હાલમાં જ ગુજરાતમાં સુવર્ણ ઇતિહાસ રચાયો છે. આટલાં વર્ષોમાં પ્રથમ વખત ગુજરાતની છ મહિલા ખેલાડીઓ ઑલિમ્પિક-પેરાલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહી છે. આ છ મહિલાઓ વિવિધ રમતોમાં ભારતનું પ્રતિનિધત્વ કરવાની છે. ગુજરાતની ઇલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં અને માના પટેલ સ્વિમિંગમાં ટૉકિયો ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
તો બીજી તરફ દિવ્યાંગો માટે આયોજિત ટૉકિયો ઑલિમ્પિક એટલે કે પેરાલિમ્પિકમાં પારૂલ પરમાર બેડમિન્ટનમાં, ભાવિના પટેલ અને સોનલ પટેલ ટેબલ ટેનિસમાં ટીમ ઇન્ડિયા તરફથી સ્પર્ધામાં ભાગ લેવાના છે. વિશ્વમાં કોરોના મહામારીને કારણે લદાયેલા પ્રતિબંધોને કારણે ઑલિમ્પિક એક વર્ષ માટે મોકૂફ રખાઈ હતી. ટૉકિયો ઑલિમ્પિક ૨૩ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે, જ્યારે પેરાલિમ્પિક તારીખ ૨૪ ઑગસ્ટથી ટૉકિયોમાં જ રમાશે.
હવે ‘કૌન બનેગા કરોડપતિ’ને ચૅલેન્જ આપવા રણવીર સિંહ મેદાનમાં, કરશે ક્વિઝ શો; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ આગાઉ ૧૯૯૬માં રોમમાં રમાયેલીઑલિમ્પિકમાં ગુજરાતના ગોવિંદરાવ સાવંતે ભારતીય હૉકી ટીમ તરફથી ભાગ લીધો હતો અને ત્યાર બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ગુજરાતની આ મહિલા ખેલાડીઓ વિશ્વના સૌથી મોટા રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહી છે.