ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરતા સતત બીજી જીત હાંસલ કરી છે. મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં ભારતે બે સદી ફટકારી છે. આ મેચમાં સ્મૃતિ મંધાના સિવાય હરમનપ્રીત કૌરે પણ સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાના (123) અને હરમનપ્રીત કૌર (109)ની સદીની મદદથી 317 રન બનાવ્યા હતા.
આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. સ્મૃતિ અને હરમનપ્રીતે પોતાની ઇનિંગ્સથી કેટલાક અદ્ભુત રેકોર્ડ પણ બનાવ્યા. બંનેએ ત્રણ વિકેટે 78 રનના સ્કોર સાથે ટીમને બચાવી હતી અને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ચોથી વિકેટ માટે 184 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. તેણે 2017 વર્લ્ડમાં ઈંગ્લેન્ડના ટેમી બ્યુમોન્ટ અને નેટ સાયવર વચ્ચે 170 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિથાલી રાજે રચ્ચો ઈતિહાસ, આ મામલે બની નંબર વન; જાણો વિગતે
સ્મૃતિ મંધાનાએ 119 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સદી ફટકારી હતી. વનડેમાં આ તેની પાંચમી સદી હતી. આ દરમિયાન હરમનપ્રીત કૌરે તેની ઇનિંગમાં 107 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. હરમને તેની ODI કારકિર્દીની ચોથી સદી અને વર્લ્ડ કપની ત્રીજી સદી ફટકારી હતી. 2017ના વર્લ્ડ કપમાં અણનમ 171 રન બાદ આ તેની પ્રથમ સદી છે.
હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાની સદીના કારણે ન્યૂઝીલેન્ડમાં ભારતીય ખેલાડીઓનો સદીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 1982થી લઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા ભારતે ન્યૂઝીલેન્ડમાં માત્ર એક જ સદી ફટકારી હતી. પરંતુ હવે એક મેચમાં બે સદી ફટકારી છે. આ સાથે જ સ્મૃતિ મંધાનાએ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બીજી સદી ફટકારી હતી. તેણે 2017ના વર્લ્ડ કપમાં પણ આ જ ટીમ સામે સદી ફટકારી હતી.
આ સાથે જ ICC ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરનો શાનદાર રેકોર્ડ જારી રહ્યો છે. તેણે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી છે. વર્લ્ડ કપમાં તેની કુલ ચાર સદી છે અને તેમાંથી ત્રણ વર્લ્ડ કપમાં છે. આ સાથે જ તેણે T20 વર્લ્ડ કપમાં પણ સદી ફટકારી છે. T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર તે એકમાત્ર ભારતીય છે.
આ સમાચાર પણ વાંચો : ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો, આ ખેલાડી નહીં રમે.. જાણો શું છે કારણ