275
Join Our WhatsApp Community
ઓલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમે સ્પેન સામે જબરદસ્ત રમતનુ પ્રદર્શન કર્યું છે.
ઑસ્ટ્રેલિયા સામે હાર બાદ ભારતીય ટીમે વાપસી કરીને સ્પેનને 3-0થી હરાવી દીધું છે.
મનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમ પૂલએમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
ભારતના સિમરનપ્રીતે 1 અને રુપિંદર પાલે 2 ગોલ કર્યા હતા. ભારતીય ગોલ કીપર અને ડિફેન્ડરોએ સ્પેનિશ ટીમને ગોલ કરવા દીધો નહીં. ગોલકીપર પીઆર શ્રીજેશે કુલ 6 શોટ્સ બચાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતે પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવીને વિજયની શરૂઆત કરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાની સામે હારીને થોડું પાછળ રહ્યું હતું.
You Might Be Interested In