247
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
ભારત ટોક્યો પેરાલિમ્પિક્સની જેવલિન થ્રો ઇવેન્ટમાં રિયોની સફળતાનું પુનરાવર્તન કરી શક્યું નથી, પરંતુ મેડલ જીતવામાં સફળ રહ્યું છે.
દેવેન્દ્ર ઝાઝરીયાએ 64.35 મીટર સુધી બરછી ફેંકીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે સુંદર સિંહ ગુર્જરે 64.01 મીટરની બરછી ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
બરછી ફેંકમાં ત્રણ ભારતીય રમતવીરોએ ભાગ લીધો હતો, જેમાં રિયો સુવર્ણચંદ્રક વિજેતા દેવેન્દ્ર ઝાઝરીયા, અજીત સિંહ અને સુંદરસિંહ ગુર્જરનો સમાવેશ થાય છે.
પુરુષોની બરછી ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ શ્રીલંકાના હેરાથને મળ્યો, જેમણે 67.79 મીટરનું અંતર કાપીને નવો વર્લ્ડ રેકોર્ડ અને પેરાલિમ્પિક્સ રેકોર્ડ બનાવ્યો છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો દબદબો, આ ખેલાડીઓએ એક દિવસમાં બે સિલ્વર સાથે ત્રણ મેડલ જીત્યા
You Might Be Interested In