ખેલ વિશ્વ

અરે બાપરે આ શું થયું!! ઉત્તરાખંડના ક્રિકેટ કોચ વસીમ જાફર નું રાજીનામું. પણ શું પીચ પર મોલવી આવ્યો હતો?? ધાર્મિક આરોપ પ્રત્યારોપ તીવ્ર બન્યા..

Feb, 12 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

12 ફેબ્રુઆરી 2021

થોડા દિવસ અગાઉ ઉત્તરાખંડના કોચ વસિમ જાફરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. આ રાજીનામું આવ્યા પછી આરોપ પ્રત્યારોપ નો એક નિમ્ન સ્તર નો દોર શરૂ થયો છે. વસીમ જાફર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ક્રિકેટ પીચ પર મોલવીને આમંત્રિત કર્યા હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન બનવા માટે તે એક મુસ્લિમ ખેલાડી ને આગળ કરી રહ્યો હતો.

બીજી તરફ વસિમ જાફરના સમર્થનમાં અનિલ કુંબલે અને ઇરફાન પઠાણ કૂદી પડ્યા છે. વસિમ જાફરે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે આવું કશું જ કર્યું નથી. આ ઉપરાંત કેપ્ટન પદ માટે તેણે મુસ્લિમ નામ નામાંકિત કર્યું નથી.

આમ ભારતીય ક્રિકેટમાં કદાચ જ જોવા મળતી હિંદુ-મુસ્લિમ લડાઈ સાર્વજનિક થઈ છે.

 

Leave Comments