News Continuous Bureau | Mumbai
ભારતના સ્ટાર ખેલાડી ઋષભ પંતની ( Rishabh Pant ) 30 ડિસેમ્બરે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના માથા, પીઠ અને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક નજીકની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પ્રાથમિક સારવાર બાદ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે રિષભ પંતને આઈસીયુમાંથી પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. દરમિયાન હવે તેના વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ રિષભ પંતને લઈને મોટો નિર્ણય લીધો છે. DDCA પંતને સારવાર માટે મુંબઈ ( Mumbai ) લઈ જશે. તેના લીગામેંટની ઇજાની ( ligament injury ) ઉત્તમ સારવાર કરવામાં આવશે.. DDCAના સ્થાપક શ્યાન શર્માએ જણાવ્યું કે, ક્રિકેટર ઋષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય ટીમની વિજયી શરૂઆત, પ્રથમ ટી20માં મેળવી રોમાંચક જીત.. શ્રીલંકાને આટલા રને હરાવ્યું
IPL 2023માં રમવા અંગે શંકા
બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ રમીને પંત દુબઈ ગયો હતો. ત્યાંથી તે 29 ડિસેમ્બરે દિલ્હી આવ્યો હતો અને ખાનગી કારમાં રૂડકી સ્થિત તેના ઘરે જઈ રહ્યો હતો. શ્રીલંકા સામેની T20I અને ODI શ્રેણી માટે પંતનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ઈજા બાદ પંતની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી અને આઈપીએલ 2023 હવે શંકાના દાયરામાં છે.
Join Our WhatsApp Community