News Continuous Bureau | Mumbai
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરીઝ પૂરી થયા બાદ હવે બંને ટીમો વનડે સીરીઝ માટે આમને-સામને ટકરાશે. ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમવાની છે, જેમાંથી પ્રથમ મેચ 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. તો હવે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર મુંબઈના રસ્તાઓ પર સ્ટ્રીટ ક્રિકેટ રમતા જોવા મળ્યો છે. ડેવિડ વોર્નરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મુંબઈના રસ્તાઓ પર ક્રિકેટ રમવાનો વીડિયો શેર કર્યો છે, જે તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
ડેવિડ વોર્નર અવાર નવાર પર ભારત માટે પોતાનો લગાવ બતાવતો રહ્યો છે. તે ગીતો દ્વારા હોય કે તેની રીલ્સ દ્વારા, તે તેના ચાહકોનું મનોરંજન કરતો રહે છે. પરંતુ વોર્નરને મુંબઈની સડકો પર બાળકો સાથે આ રીતે સ્ટ્રીટ ક્રિકેટ રમતા જોઈને ચાહકો ઓવરડ્રાઈવ થઈ ગયા. આ સમયે ત્યાંના લોકોએ વોર્નર સાથે તસવીરો પણ ક્લિક કરી હતી. જેના કારણે ડેવિડ વોર્નરે ફરી એકવાર ભારતીય ચાહકોનું દિલ જીતી લીધું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના બહારના વિસ્તારોમાં ખેડૂતોની લોંગ માર્ચ અટકી, સરકાર તમામ માંગણીઓ સ્વીકારે ત્યાં સુધી રાહ જોવા તૈયાર.