News Continuous Bureau | Mumbai
હાર બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, “મને લાગે છે કે ટીમે મોટા ભાગની વસ્તુઓ બરાબર કરી છે. અમે અમારા દિલથી રમ્યા અને અમે જે રીતે લડ્યા તેના પર મને ગર્વ છે. અમારું એક સૂત્ર છે – અમારી જીત અમારી સાથે છે, અમારી હાર અમારી સાથે છે. હું કોઈ બહાનું નહીં બનાવીશ. CSKએ વધુ સારું રમ્યું છે. અમે શાનદાર બેટિંગ કરી છે, ખાસ કરીને સાઈ સુદર્શન. આ સ્તરે આ રીતે રમવું સરળ નથી. હાર્દિક પંડ્યા તેના ખેલાડીઓ ખાસ કરીને મોહિત શર્મા, રાશિદ ખાન અને મોહમ્મદ શમીના વખાણ કર્યા હતા. આ પ્રસંગે હાર્દિક પંડ્યાએ મહેન્દ્ર સિંહ ધોની વિશે પણ નિવેદન આપ્યું હતું.
ધોની અંગે હાર્દિકે કહ્યું, હું ધોની માટે ખુબ ખુશ છું. નસીબે તેમના માટે આ લખ્યું હશે. જો મને હારવાનું જ હતું તો મને તેમના (ધોની)થી હારવામાં કોઈ વાંધો નથી. સારા લોકોની સાથે મેશા સારું થાય છે.
આ સમાચાર પણ વાંચો: દિલ્હીમાં બન્યો સુરતની ગ્રીષ્મા હત્યા જેવો બનાવ, 20 વાર ચાકુ માર્યા બાદ પથ્થરથી છૂંદી નાખ્યું માથું.. લોકો મૂકપ્રેક્ષક બની જોતા રહ્યા… જુઓ CCTV ફૂટેજ