News Continuous Bureau | Mumbai
એક સમયનું વિશ્વ ચેમ્પિયન, અને ગત ઓલિમ્પિકમાં બ્રોન્સ મેડલ મેળવનાર ભારતીય ( India ) હોકી ટીમ વર્લ્ડ કપ હોકી ( world cup hockey ) માંથી બહાર થઈ ગઈ છે. સંઘર્ષ પૂર્ણ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને જોરદાર ટક્કર આપી હતી. ચોથા ક્વાર્ટર બાદ બંને ટીમો 3-3ની બરાબરી પર હતી. આ પછી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટ આઉટ પર આવ્યો, પરંતુ પેનલ્ટી શૂટ આઉટમાં પણ બંને ટીમો 3-3થી બરાબરી પર રહી હતી.
આમ ભારતે ન્યૂઝીલેન્ડને તમામ સ્તર પર રોકી દીધી હતી. આખરે મેચ ડેથ ઝોનમાં પ્રવેશી જેમાં ભારત ન્યૂઝીલેન્ડ કરતા એક ગોલ ઓછું મારી શક્યું. આમ વિશ્વ ચેમ્પિયન બનવાની ભારતની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે.
આ સમાચાર પણ વાંચો: આજે તારીખ – ૨૩:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ