News Continuous Bureau | Mumbai
India vs Kuwait Final: ભારતે મંગળવારે બેંગલુરુ (Bangalore) ના શ્રી કાંતિરવા સ્ટેડિયમ (Sri Kanteerava Stadium) માં કુવૈત (Kuwait) સામે પેનલ્ટી શૂટઆઉટમાં 5- 4થી જીત મેળવીને SAFF ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. ભારતે (India) પેનલ્ટી શૂટઆઉટ (Penalty Shootout) માં કુવૈતને 5-4થી હરાવ્યું હતું. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો 1- 1 થી બરાબરી પર હતી. વધારાના સમયના 30 મિનિટમાં પણ કોઈપણ ટીમ બીજો ગોલ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં લેવામાં આવ્યો હતો.
ગુરપ્રીત સિંહે ભારતને આ જીત અપાવી
ગોલકીપર ગુરપ્રીત સિંહે (Goalkeeper Gurpreet Singh) ભારતને આ જીત અપાવી હતી. તેણે પેનલ્ટી શૂટ-આઉટમાં શાનદાર પ્રદર્શન કરીને કુવૈતના કેપ્ટન ખાલિદ અલ ઇબ્રાહિમ (Captain Khalid Ibrahim) ના અંતિમ શોટને રોક્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોને 5- 5 ગોલ કરવાની પાંચ તક મળે છે. જે ટીમ આમાં ચૂકી જાય છે તે મેચ હારી જાય છે. નિર્ધારિત પાંચ શોટ પછી બંને ટીમો 4- 4 પર ટાઈ થઈ હતી. ભારત માટે ઉદંતા સિંહ અને કુવૈત માટે મોહમ્મદ અબ્દુલ્લા ગોલ કરવાનુ ચૂકી ગયા હતા. 4- 4 ડ્રો પછી સડેન ડેથનો વારો આવ્યો. આમાં, જે ટીમ ગોલ કરવામાં ચૂકી જાય છે તે સીધી હારી જાય છે. તેને બીજી તક મળતી નથી. સડન ડેથમાં ભારત તરફથી નૌરેમ મહેશ સિંહે ગોલ કર્યો હતો. તે જ સમયે કુવૈતના કેપ્ટન ખાલિદના શોટને ભારતના ગોલકીપર ગુરપ્રીત સિંહે રોક્યો હતો.
ભારતે(India) ફાઇનલમાં કુવૈતને હરાવીને SAFF ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. તેણે નવમી વખત આ ખિતાબ જીત્યો છે. ભારત અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં ભારત નવ વખત ચેમ્પિયન બન્યું છે અને ચાર વખત રનર્સ અપ બન્યું છે.
આ સમાચાર પણ વાંચો: Madhya Pradesh: ભાજપના નેતાનો ઘૃણાસ્પદ વીડિયો, આદિવાસી વ્યક્તિના ચહેરા પર કર્યો પેશાબ..વિડીયો બાદ લોકોમાં ગુસ્સો.