News Continuous Bureau | Mumbai
ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલ ( Shubman Gill ) ન્યૂઝીલેન્ડ ( India vs New Zealand ) સામેની પ્રથમ મેચમાં ( ODI ) જ ધમાકો કર્યો છે. શુભમન ગિલે વનડેમાં બેવડી સદી ( double hundred ) ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. ગિલે માત્ર 145 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે જ ગિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. શુભમને માત્ર 23 વર્ષની ઉંમરે બેવડી સદી ફટકારી છે. આ બેવડી સદીમાં શુભમને 8 જોરદાર છગ્ગા અને 19 ચોગ્ગા માર્યા હતા.
શુભમન 5મો ભારતીય
ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકર ODI ક્રિકેટના ઇતિહાસમાં બેવડી સદી ફટકારવાની આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી હતો. ત્યારબાદ રોહિત શર્માએ 3 વખત બેવડી સદી ફટકારી હતી. વિરેન્દ્ર સેહવાગે પણ આ કારનામું કર્યું છે. થોડા દિવસ પહેલા જ ઈશાન કિશને પણ બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલે ફટકારેલી બેવદી સદી વનડેની 10મી બેવડી સદી છે. ક્રિસ ગેલ, માર્ટિન ગપ્ટિલ, ફકર ઝમાન, સચિન, રોહિત શર્મા, વિરેન્દ્ર સહેવાગ અને ઈશાન કિશન બાદ વનડેમાં બેવડી સદી ફટકારનાર તે 8મો ખેલાડી બન્યો છે.
આ સમાચાર પણ વાંચો: પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..
ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, શિપલી અને ટિકનર.
Join Our WhatsApp Community