Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય એથ્લેટ્સ ફૂલ ફોર્મમાં, એશિયન યુથ પેરા ગેમ્સમાં ભારતે 12 ગોલ્ડ સહિત કુલ આટલા મેડલ જીત્યા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

ભારતીય બેડમિન્ટન ટીમે બહેરીનમાં આયોજિત એશિયન યુથ પેરા ગેમ્સનું ભવ્ય સમાપન કર્યું છે. 

બહેરીનના રિફા સિટીમાં રમાયેલી એશિયન યુથ પેરા ગેમ્સમાં ભારતીય ટીમે 12 ગોલ્ડ, 15 સિલ્વર અને 14 બ્રોન્ઝ સહિત કુલ 41 મેડલ જીત્યા છે. 

ભારતીય પેરા એથ્લેટ્સ એશિયન યુથ પેરા ગેમ્સમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શનમાં 41 મેડલ સાથે બહેરીનથી પરત ફર્યા છે. 

ભારતીય ટુકડીએ રિફા શહેરમાં યોજાયેલી કોન્ટિનેંટલ પેરા યુથ ગેમ્સમાં 12 ગોલ્ડ, 15 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

ભારતીય ટીમે એથ્લેટિક્સમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. 22 ખેલાડીઓ પોડિયમ સુધી પહોંચવામાં સફળ રહ્યા. જેમાં આઠ ગોલ્ડ, છ સિલ્વર અને આઠ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 

ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડીઓએ 15 મેડલ જીત્યા છે, જેમાં ટોક્યો પેરાલિમ્પિકિયન પલક કોહલી, સંજના કુમારી અને હાર્દિક મક્કરે ત્રણ-ત્રણ મેડલ જીત્યા છે.

ઉલ્લેખનીય છે કે 2 થી 6 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 30 દેશોના 700 થી વધુ ખેલાડીઓ ભાગ લેવા આવ્યા હતા.

મુખ્યપ્રધાનની આ તે કેવી બેદરકારી? CM રિલિફ ફંડમાંથી આટલી રકમ વપરાયા વગર પડી રહી. જાણો વિગત

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version