ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમએ તાહિતીને 5-0થી હરાવી 2010 બાદ પ્રથમવાર થોમસ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ભારતે બીજા મુકાબલામાં 5-0 થી જીત હાંસલ કરી છે. આ પહેલાં તેઓએ રવિવારના નેધરલેન્ડ્સને હરાવ્યું હતું.
તાહિતી પર જીતથી ભારતના ગ્રુપ C માં ટોચના બેમાં સ્થાન હાંસલ કર્યું.
આગામી મુકાબલો હવે ચીન સાથે થશે. ત્યારે ભારતે હવે આકરી ટક્કરનો સામનો કરવો પડશે.
જો ભારત ચીનને હરાવી દે છે તો ક્વાર્ટર ફાઇનલમાં તેને આસાનીથી ડ્રો મળી શકે છે.