વિમેન્સ પ્રીમિયર લીગમાં સોમવારે રાત્રે એકતરફી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. જોકે, દિલ્હીની જીત કરતાં સ્ટાર ઓલરાઉન્ડર જેમિમા રોડ્રિગ્સના કેચની વધુ ચર્ચા થઈ રહી છે. જેમિમાએ દોડતી વખતે એક ચોંકાવનારો ડાઈવિંગ કેચ કર્યો અને મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત બગાડી.
Screamer alert 🔥🔥
WHAT. A. CATCH from @JemiRodrigues 🙌🏻
Follow the match ▶️ https://t.co/Gcv5Cq5nOi#TATAWPL | #MIvDC pic.twitter.com/p4vlhHaYMI
— Women’s Premier League (WPL) (@wplt20) March 20, 2023
ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમે ત્રીજી ઓવરમાં જ 6 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. શિખા પાંડે ઇનિંગની ચોથી ઓવર રમવા આવી હતી. તેની સામે હેલી મેથ્યુસ હતી. શિખાના ફુલ લેન્થ બોલ પર મેથ્યુસે બાઉન્ડ્રી ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, મિડ-ઓન પર ફિલ્ડિંગ કરતી જેમિમા રોડ્રિગ્સે તેની જમણી તરફ ઝડપથી છલાંગ લગાવી અને શાનદાર કેચ કર્યો.
આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે સારા સમાચાર.. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે મોટો ઘટાડો, મોદી સરકારે આ ટેક્સમાં કર્યો મોટો ઘટાડો..
જેમિમા રોડ્રિગ્ઝના કેચનો વીડિયો WPLના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં કેપ્શન લખ્યું હતું, ‘સ્ક્રીમર એલર્ટ.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમિમાએ એલિસા મેથ્યુસને પણ ટુર્નામેન્ટની એક મેચમાં સમાન સ્લાઈડિંગ કેચ સાથે આઉટ કરી હતી.