News Continuous Bureau | Mumbai
આગામી મહિને શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગનું શિડ્યુલ જાહેર થતા જ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈની મેચ રમાશે. IPL 2023ની ઉદ્ઘાટન મેચમાં ચેન્નાઈ-ગુજરાત આમને-સામને હશે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ગુજરાત ટાઇટન્સે ગયા વર્ષે તેમની પ્રથમ સહભાગિતામાં ટાઇટલ જીત્યું હતું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પ્રથમ અને અંતિમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે.
અમદાવાદથી જ થશે પ્રથમ મેચનો પ્રારંભ
અમદાવાદથી જ શરુ થશે પ્રથમ મેચ. આઈપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં લોજો જોવા મળશે, ધમાકેદાર શરુઆત આપીએલની ગુજરાતમાંથી જ થશે. 1 લાખની કેપેસિટીવાળા સ્ટેડીમમાં આ મેચ રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આવતા મહિને શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વર્ષની એડિશનમાં ઓપનિંગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે 31 માર્ચે રમાશે. આ દિવસે રાજસ્થાનનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટૂર્નામેન્ટના બીજા દિવસે ટકરાશે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. 2 એપ્રિલે ડબલ હેડર થશે.
આ સમાચાર પણ વાંચો : શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન ભકતોનો માનવમહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોચશે
પ્રથમ મેચ બાદ આ મેચોનું રહેશે શિડ્યુઅલ
31 માર્ચ: ચેન્નાઈ વિરુદ્ધ ગુજરાત
1 એપ્રિલ: પંજાબ વિ કોલકાતા
1 એપ્રિલ: લખનૌ વિ. દિલ્હી
2 એપ્રિલ: હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન
2 એપ્રિલ: બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ
Join Our WhatsApp Community