ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,
રવિવાર,
ટેનિસની દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે. આવા પરિવર્તનની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી, પરંતુ બહુ ઓછા લોકો પાસે કલ્પના અને અપેક્ષા હતી. લગભગ ૧૮ વર્ષ બાદ એક નવો ચહેરો મેન્સ સિંગલ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે. રશિયન યુવા ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવ એટીપી રેન્કિંગમાં નંબર વન ખેલાડી હશે. મેદવેદેવે આ સિદ્ધિ સર્બિયાના મહાન ખેલાડી અને વર્તમાન નંબર વન નોવાક જોકોવિચ ની હારને કારણે મેળવી છે.
સર્બિયન દિગ્ગજ ટેનિસ સ્ટાર જોકોવિચ, જે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમ્યા વિના બહાર થઇ ગયો હતો, તેને દુબઈ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના ૧૨૩ નંબરના ખેલાડી જીરી વેસ્લી સામે ૬-૪, ૭-૬ (૭/૪) થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે જોકોવિચે નંબર વનની ખુરશી ગુમાવી દીધી હતી. આમ ઓસ્ટ્રેલિયામાં નહીં રમવું જોકોવિચને ખૂબ જ મોંઘુ સાબિત થયુ છે.
ટેલિવિઝન અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસે બ્લેક મોનોકોનીમાં કરાવ્યું ફોટોશૂટ, તસ્વીર જોઈને માતા પણ ઓળખી ના શકી; જુઓ ફોટોગ્રાફ્સ
હવે જોકોવિચને દુબઇ ઓપનમાં હારનો ફાયદો મેદવેદેવને થયો છે, જે હવે વિશ્વનો નવો નંબર વન ખેલાડી બની ગયો છે. સોમવાર ૨૮ ફેબ્રુઆરીએ નવી ATP રેન્કિંગ બહાર પાડવામાં આવશે ત્યારે મેદવેદેવ પ્રથમ સ્થાન પર જાેવા મળશે. જાેકોવિચ ૨૦૨૦ પછી પ્રથમ વખત ATP રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી બહાર થઈ ગયો છે. તે લગભગ ૩૬૧ અઠવાડિયા સુધી વિશ્વનો નંબર વન રહ્યો છે.
મેદવેદેવ ટોચ પર પહોંચવા સાથે, ૯૨૧ અઠવાડિયા પછી નવો નંબર વન ખેલાડી ઉપલબ્ધ થશે. ૨ ફેબ્રુઆરી ૨૦૦૪ થી, ફક્ત ‘બિગ ફોર’ એટલે કે રોજર ફેડરર, રફેલ નડાલ, એન્ડી મરે અને નોવાક જોકોવિચ પુરુષોની ટેનિસ રેન્કિંગ પર કબજો કરી શક્યા છે. હવે આ ચાર સિવાય એક નવો ચહેરો વર્લ્ડ રેન્કિંગનો સૌથી મોટો ચહેરો હશે. મેદવેદેવે ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલ માં જોકોવિચને હરાવીને તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. તે જ સમયે, તે ગયા મહિને ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ માં નડાલ સામે હારી ગયો હતો.