News Continuous Bureau | Mumbai
આઈપીએલ ૨૬ માર્ચથી શરૂ થઈ રહી છે. આ મેગા ટી20 લીગની તમામ ટીમો પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ક્રિકેટ ચાહકો પણ આ લીગની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ પહેલા એક મોટી માહિતી સામે આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાયો બબલના નિયમોનો ભંગ કરવા બદલ બીસીસીઆઈએ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ, ટીમના પોઈન્ટ કાપવા અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ કરી છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ ની છેલ્લી સિઝનમાં બાયો બબલમાં ખેલાડીઓને કોરોના થવાના કારણે લીગ સ્થગિત કરવી પડી હતી અને ત્યાર બાદ ટૂર્નામેન્ટનો બીજાે ભાગ યુએઇમાં યોજાયો હતો. જાેકે હવે બીસીસીઆઈએ આઈપીએલમાં ખૂબ જ કડક નિયમો રાખ્યા છે. જાે બાયો બબલમાં કોઈપણ ખેલાડી અથવા તેના પરિવારના સભ્યો, ટીમના માલિક અથવા તેમની સાથે સંકળાયેલા લોકો બાયો બબલનું ઉલ્લંઘન કરે છે, તો તેમને તેનો ભોગ બનવું પડશે. બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે બાયો બબલનું ઉલ્લંઘન કરવા બદલ, ખેલાડીને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે અને તેણે વધુ ૭ દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. જાે ખેલાડીના પરિવાર કે મેચ અધિકારી દ્વારા બાયો બબલનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની સામે વધુ ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ઝુલન ગોસ્વામીએ ODIમાં રચ્યો ઈતિહાસ, આ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની… જાણો વિગતે
જો આઈપીએલ ૨૦૨૨ દરમિયાન કોઈ ટીમ ઈરાદાપૂર્વક કોઈ બહારના વ્યક્તિને ટીમ બબલમાં લાવે છે તો તેને સજા તરીકે એક કરોડ રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. તેમજ જાે આવી ભૂલ ફરીથી થશે તો ટીમના એક-બે પોઈન્ટ પણ કપાશે.
જો ખેલાડી પ્રથમ વખત બાયો બબલ તોડશે તો તેને ૭ દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. તેમજ તે સમય દરમિયાન તે જેટલી મેચ રમી શકશે નહીં તેના માટે ખેલાડીને પૈસા મળશે નહીં. બીજીવાર ભૂલ કરવા બદલ, ખેલાડીને સાત દિવસનો ક્વોરેન્ટાઇન તથા એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે. ત્રીજી ભૂલ માટે, ખેલાડીને આખી સિઝનમાંથી બહાર કરી દેવામાં આવશે અને ટીમમાં કોઈ રિપ્લેસમેન્ટ આપવામાં આવશે નહીં.
પહેલી ભૂલ પર, ખેલાડીના પરિવારના સભ્યને ૭ દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. બીજી ભૂલ પર ખેલાડીના પરિવાર, મિત્રને બાયો બબલમાંથી કાઢી નાખવામાં આવશે. તો તેમની સાથે સંકળાયેલા ખેલાડીને ૭ દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવું પડશે. પહેલી ભૂલ પર તે ટીમને દંડ તરીકે એક કરોડ રૂપિયા ચૂકવવા પડશે. બીજી ભૂલ માટે ટીમ માટે એક પોઈન્ટ કાપવામાં આવશે અને ત્રીજી ભૂલ માટે ટીમના ૨ પોઈન્ટ કાપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : આ કારણથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે શાહરૂખ ખાન, ફરહાન અખ્તર સાથે જોડાયેલું છે કનેક્શન